શંકર ભારતીય ટીમ માટે ટી-20 મેચ રમી ચૂક્યો છે, જ્યારે 19 વર્ષીય ગિલને અત્યાર સુધી કોઇપણ ફોર્મેટમાં તક મળી નથી. તમિલનાડુનો શંકર 15 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાનારી બીજી વન ડે પહેલાં ટીમ સાથે જોડાશે. જ્યારે ગિલ ન્યૂઝીલેન્ડમાં વન ડે અને ટી-20 માટે ટીમ સાથે જોડાશે. પંજાબ તરફથી રણજી રમનાર શુભમન ગિલ ઘરેલૂ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.