ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સંચાલિત સિનિયર વુમન્સ રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માં જામનગરની એકી સાથે સાત મહિલા ક્રિકેટરોની પસંદગી થતાં જામનગર માટે ઇતિહાસ રચાયો છે. જેમાં કેપ્ટન ની જવાબદારી પણ જામનગરની મહિલા ક્રિકેટર ના શીરે સોંપાઈ છે. જેથી તમામ મહિલા ખેલાડીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.