સચિન તેંડુલકર(Sachin Tendulkar)ની ગણના દુનિયાના મહાન ક્રિકેટરોમાં થાય છે. ટેસ્ટ અને વન-ડેમાં તેના કરતા વધારે રન કોઈએ બનાવ્યા નથી. જોકે સચિને શરુઆતની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વખતે સચિને ખુલાસો કરતા કહ્યું કે ઓપનર બૅટ્સમેનના રુપમાં તક આપવા માટે ઘણી વિનંતી કરવી પડી હતી. કારકિર્દીની શરુઆતમાં સચિનને મિડલ ઓર્ડરમાં રમાડવામાં આવતો હતો પણ ત્યાં તે વધારે સફળ થયો ન હતો. આ પછી સપ્ટેમ્બર 1994માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) માટે ઓપનિંગ કરવાની શરુઆત કરી હતી અને સદી ફટકારી હતી.
એક ચેટ શો માં સચિને ઓપનિંગમાં બેટિંગ કરવા આવવા વિશે મજેદાર વાત કહી હતી. સચિને કહ્યું હતું કે કેવી રીતે ઓપનિંગ માટે તેણે ઘણી વિનંતી કરવી પડી હતી. સચિને કહ્યું હતું કે 1994માં જ્યારે મેં ભારત માટે ઓપનિંગ બૅટિંગ શરુ કરી તો બધી ટીમોની રણનીતિ વિકેટ બચાવવાની હતી. મેં અલગ હટીને સોચવાનો વિચાર કર્યો હતો. મેં વિચાર કર્યો કે હું ઉપર જઈને હરિફ બૉલરો ઉપર પ્રહાર કરું. જોકે આ માટે મારે ઘણી વિનંતી કરવી પડી હતી. મેં કહ્યું હતું કે જો નિષ્ફળ થયો તો ફરી તમારી પાસે આવીશ નહીં.