ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. ભારતનો મહાન પ્લેયર સચિન તેંડુલકર લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર બેલ (ઘંટી) વગાડીને બીજા ટેસ્ટની શરૂઆત કરાવશે.
2/ 5
સચિન સાથે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ હશે. ગત વખતે 2014માં લોર્ડ્સ ટેસ્ટમાં રાહુલ દ્રવિડે બેલ વગાડ્યો હતો અને ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ મેચમાં 95 રને વિજય મેળવ્યો હતો.
विज्ञापन
3/ 5
ઉલ્લેખનીય છે કે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા ક્રિકેટના મોટા દિગ્ગજો બેલ વગાડીને ટેસ્ટનો પ્રારંભ કરાવે છે.
4/ 5
ભારત તરફથી અત્યાર સુધી 6 મહાન ખેલાડીઓને આ સન્માન મળી ચૂક્યુ છે. જેમાં સુનીલ ગાવસ્કર, મંસૂર અલી ખાન પટૌડી, દિલીપ વેંગસરકર, કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે.
5/ 5
ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે. લોર્ડ્સ ટેસ્ટમાં જીત મેળવી બરાબરી કરવા પ્રયત્ન કરશે.