ઋતુરાજે અડધીસદી પૂર્ણ કરી ત્યાં સુધીમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે 42 રન માત્ર બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. CSKના 100 રન માત્ર 11 ઓવરમાં જ થઈ ગયા હતા. જોકે, ટીમ અંતિમ ઓવરમાં ધીમી પડી હતી. ઋતુરાજે લિસ્ટ A ટુર્નામેન્ટ વિજય હજારેમાં એક જ ઓવરમાં 7 છગ્ગા લગાવ્યા હતા. જોકે, આ પછી પણ તેને ટીમમાં જગ્યા નહોતી મળી. (PTI)
ઋતુરાજ ગાયકવાડની આ IPLની ચોથી સીઝન છે, તેણે અત્યાર સુધીમાં 37 મેચમાં એક સદી અને 11 અડધી સદી સાથે કુલ 1299 રન બનાવ્યા છે. જેનાથી ઋતુરાજની તાબડતોબ બેટિંગનો અંદાજ આવે છે. 2020માં તેણે 6 204 રન બનાવ્યા હતા, જ્યારે 2021માં 16 મેચમાં 635 રન અને 2022માં 14 મેચમાં 368 રન બનાવ્યા હતા. આજ રીતે તે આ સિઝનને પણ યાદગાર બનાવવા ઈચ્છશે. (AP)
IPLમાં તાબડતોબ બેટિંગ બાદ ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી, પરંતુ તે અહીં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે 9 T20માં 17ની એવરેજથી 135 રન જ બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે એક વનડેમાં 19 રન બનાવ્યા છે. આમ તે IPLની આ સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. (PTI)