ચેન્નાઈ સુપરકિંગ્સના બેટ્સમેન અને ટીમ ઈન્ડિયામાં ભવિષ્યમાં મહ્ત્તવનું સ્થાન હાસલ કરી શકે છે એવા આઈપીએલ 2022ના (IPL 2022 Orange cap Winner) ઓરેંજ કેપ વિનર ઋતુરાજ ગાયકવાડનું પ્રેમ પ્રકરણ ચર્ચાની એરણે છે. અહેવાલો મુજબ ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad Sayali Sanjeev Relationship) ટેલિવિઝનની મરાઠી અભિનેત્રી સાયલી સંજીવના પ્રેમમાં છે. જોકે, બંનેએ આ અંગે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી.