34 વર્ષીય વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ્સમાં થાય છે. વિરાટની કુલ સંપત્તિ 1010 કરોડની આસપાસ જણાવવામાં આવી રહી છે. વેબસાઈટ Knowledge.com અનુસાર, વિરાટ કોહલીની માસિક આવક 4 કરોડથી વધુ છે. કોહલી વર્તમાન ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી છે. જણાવી દઈએ કે, તે સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને તોડવાની નજીક છે. આગામી કેટલાક વર્ષોમાં વિરાટની નેટવર્થમાં વધારો થવાની ધારણા છે. (Instagram)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 74 સદી ફટકારનાર વિરાટ સૌથી વધુ કમાણી જાહેરાતોમાંથી કરે છે. કોહલીની ગણતરી વિશ્વના સૌથી ફિટ એથ્લેટ્સમાં થાય છે. હાલમાં જ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 25,000 ઇન્ટરનેશનલ રન પૂરા કરનાર કોહલી બ્લેક વોટર પીવે છે. તે પોતાના પાણીને લઈને સમયાંતરે હેડલાઈન્સમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક લીટર બ્લેક વોટરની કિંમત 3 થી 4 હજાર રૂપિયા છે. (Instagram)
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની કુલ સંપત્તિ 214 કરોડની આસપાસ છે. તાજેતરમાં, રોહિત કેપ્ટન તરીકે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો છઠ્ઠો કેપ્ટન બન્યો છે. રોહિતની સેલેરી 16 કરોડથી વધુ છે. તેના ચાહકોમાં હિટમેન તરીકે જાણીતા રોહિતનો માસિક પગાર 1.2 કરોડથી વધુ છે. (Instagram)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કુલ સંપત્તિ 1030 કરોડની આસપાસ છે. ધોની દર મહિને 4 કરોડથી વધુની કમાણી કરે છે. ભારતના સૌથી સફળ કેપ્ટન ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ICCના ત્રણેય મોટા ખિતાબ જીતનાર વિશ્વનો એકમાત્ર કેપ્ટન ધોની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ સેંકડો ફેન ફોલોઈંગ ધરાવે છે. (Instagram)
41 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીને તેના ચાહકો પ્રેમથી માહી તરીકે બોલાવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ, ધોની IPLમાં રમી રહ્યો છે. તે જાહેરાતોમાંથી પણ કરોડો રૂપિયા કમાય છે. આ સાથે જ, માહી પોતાના ફાર્મ હાઉસમાં શાકભાજી વગેરેની ખેતી કરે છે જેના કારણે તેને ઘણો નફો થાય છે. આ સિવાય ધોનીએ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. IPLમાં ધોનીનો પગાર 12 કરોડ છે. તે વાર્ષિક 50 કરોડથી વધુની કમાણી કરે છે.(Instagram)