આગામી 16થી 21 નવેમ્બર દરિયાન ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી ટી-20 શ્રેણી માટે બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માની ટી-20ના નવા કપ્તાન (Rohit Sharma T20 Captain) તરીકે વરણી કરવામાં આવી છે. રોહિત શર્મા હવે ભારતીય ટીમમાં ટી-20ના કાયમી કેપ્ટન છે જ્યારે ટૂંક સમયમાં તેને વન-ડેનો હવાલો પણ મળી શકે છે. રોહિત શર્મા મુંબઈનો વતની છે અને મુંબઈના વર્લી વિસ્તારમાં પત્ની અને બાળકી સાથે રહે છે. રોહિત શર્માના લગ્ન રિતિકા સજદેહ સાથે વર્ષ 2015માં થયા હતા