ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટી-20 ક્રિકેટનો નવો બાદશાહ બની ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20માં રોહિતે આ ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલને પાછળ રાખ્યો છે. રોહિતના નામે 96 ટી-20 મેચમાં 107 સિક્સરો થઈ ગઈ છે.