ભારતના તોફાની બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ટી20 સીરીઝમાં મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તૈયારીમાં છે. તે સ્ફોટક બેટિંગ માટે જાણીતા વિન્ડીઝના ક્રિસ ગેલને પાછળ ધકેલી શકે છે. રોહિત વિન્ડીઝની વિરુદ્ધ શનિવારે રમાનારી પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં જો ચાર સિક્સર મારે છે તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. રોહિતના નામે 94 ટી20 મેચોમાં 102 સિક્સર છે જ્યારે ક્રિસ ગેલે માત્ર 58 મેચોમાં 105 સિક્સર ફટકારી છે.