ઋષભ પંત (Rishabh Pant) હાલ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. વર્ષ 2022ના અંતમાં તેનો ભયંકર કાર અકસ્માત નડ્યો થયો. તે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. જણાવી દઈએ કે, શરૂઆતમાં તેમની સારવાર દેહરાદૂનમાં ચાલી હતી. આ બાદ, BCCIએ તેને વધુ સારવાર માટે મુંબઈ રિફર કર્યો હતો. હાલ તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. (AFP)
આ દરમિયાન પંતના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને પોતાના પગ પર ઉભા થવામાં ઘણો સમય લાગી શકે છે. શરૂઆતમાં તેનું ઓપરેશન વોકર દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં તેના જમણા પગના લિગામેન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનનાં વડા ડૉ. દિનશા પદરીવાલા પંતની ઈજા પર નજર રાખી રહ્યાં છે. (AFP)
મિડ-ડેના અહેવાલ મુજબ, ઋષભ પંતને પહેલા વોકર દ્વારા ચલાવવામાં આવશે. આવી સ્થિતિમાં તેને હાલ હોસ્પિટલમાં જ રહેવું પડશે અને તેણે કઠિન રિહેબમાંથી પસાર થવું પડશે. ડોકટરોના જણાવ્યા અનુસાર, લિગામેન્ટને ઠીક થવામાં 4 થી 6 અઠવાડિયાનો સમય લાગે છે. આ પછી, તાલીમ અને પગની સંપૂર્ણ રીતે ઠીક થવામાં 6 મહિના લાગી શકે છે. (AFP)
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં જ ટીમના ડાયરેક્ટર સૌરવ ગાંગુલીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે, તેને સાજા થવામાં સમય લાગશે. IPL 2023માં દિલ્હીની ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે. જો કે હજુ સુધી નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. (AFP)
BCCI ઋષભ પંતની ઈજાને લઈને ગંભીર છે. બોર્ડે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેની ઈજાની સંપૂર્ણ સારવાર લેવામાં આવશે. તે જ સમયે, પંતને IPL પગાર અને કેન્દ્રીય કરારની સંપૂર્ણ રકમ પણ મળશે. પંતનો ટેસ્ટ રેકોર્ડ સારો છે. આવી સ્થિતિમાં તે જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો કે, ત્યાં સુધીમાં તેના સંપૂર્ણ ફિટ થવાની આશા ઓછી છે. (AFP)
ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવાની રેસમાં યથાવત છે. તે હાલમાં ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર છે. ભારતે કાંગારૂ ટીમ સાથે 9 ફેબ્રુઆરીથી ઘરઆંગણે 4 મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો ભારતીય ટીમ સિરીઝ 2-0થી કબજે કરે છે તો તે ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. (PTI)
ઓક્ટોબર-નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપની મેચો પણ ભારતમાં રમાવવાની છે. ત્યાં સુધીમાં પંત ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે. ભારત ઘણા સમયથી વર્લ્ડ કપના ટાઈટલની રાહ જોઈ રહ્યું હતું. ભારતે છેલ્લે 2011માં ઘરઆંગણે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારપછી ભારતીય ટીમે એમએસ ધોનીની કપ્તાનીમાં ODI વર્લ્ડ કપની ટાઈટલ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. (ICC Twitter)