ઓસ્ટ્રેલિયાની ટીમના શાનદાર બેટ્સમેન રિકી પોંટિંગની ઓળખાણ આપવાની જરુર નથી. પોતાના ક્રિકેટના દિવસોમાં તેણે એકથી એક શાનદાર ઈનિંગ્સ રમીને કાંગારુ ટીમને જીત અપાવી ચુક્યો છે. પોતાની કપ્તાનીમાં પોંટિંગે બે વિશ્વ કપ પણ પોતાના નામે કરી ચુક્યો છે. રિયારમેંન્ટના એક દાયકાથી વધારે સમય વીતવા છતાં પણ તેનો દબદબો જાળવી રાખ્યો છે. (Ricky Ponting/Instagram)
રિકી પોન્ટીંગે હાલમાં જ મેલબર્નમાં એક બંગલો ખરીદ્યો છે. 20 મિલિયન ડોલરની કિંમતનો આ બંગલો ખૂબ શાનદાર છે. ભારતીય કરન્સીમાં આ બંગલાની કિંમત 109 કરોડ રૂપિયાથી વધારે થાય છે. ફેન્સ સવાલ પુછી રહ્યા છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર પોન્ટીંગ આખરે આટલો મોંઘો બંગલો કઈ રીતે ખરીદી લે છે. તેના બંગલાની તસ્વીરો પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. (Ricky Ponting/Instagram)
મેલબર્નમાં રિકી પોન્ટીંગનો આ કોઈ પહેલો બંગલો નથી,. આ અગાઉ પણ તેના નામ પર અહીં બે મોંઘા વિલા આવેલા છે. વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાને મેલબ્રનમાં પોતાનો પ્રથમ બંગલો ખરીદ્યો હતો. સાત રુમવાળા આ બંગલામાં 10 મિલિયન ડોલરનું છે. આ ઘર મેલબર્નના બ્રિગટનના ગોલ્ડન માઈલ્સમાં આવેલ છે. આ ઘરમાં પ્રાઈવેટ થિએટરથી લઈને ટેનિસ કોટ, પૂલ અને બિલિયર્ડ રુમ પણ આવેલા છે. (Twitter Handle/Joy)
રિકી પોન્ટીંગે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તે લાંબા સમય સુધી આઈપીએલમાં એક ખેલાડી તરીકે રમ્યો. ત્યાર બાદ તે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ પણ રહ્યા. કપ્તાન તરીકે બે વર્લ્ડ કપ જીત્યા. આ અગાઉ વર્ષ 1999માં વર્લ્ડ કપ તેણે એક ખેલાડી તરીકે પણ જીત્યો હતો. (Twitter Handle/Joy)