Home » photogallery » રમતો » Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Arjun Tendulkar Ranji Debut: અર્જુન તેંડુલકરે સદી સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી છે. આ સાથે તેણે તેના પિતા સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં તે મુંબઈને બદલે ગોવા તરફથી રમી રહ્યો છે.

  • 15

    Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

    અર્જુન તેંડુલકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદીથી શરૂઆત કરી છે. ગોવા તરફથી રમતા 23 વર્ષીય અર્જુને રાજસ્થાન સામે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેણે તેના પિતા સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિને 34 વર્ષ પહેલા 1988માં ગુજરાત સામેની પોતાની પ્રથમ મેચમાં અણનમ 100 રન બનાવ્યા હતા. ફોટોમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ દેખાઈ રહ્યા છે. (ઇન્સ્ટાગ્રામ)

    MORE
    GALLERIES

  • 25

    Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

    જોકે, અર્જુન મુંબઈ તરફથી રમવાને બદલે રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં ગોવા તરફથી રમી રહ્યો છે. તેણે રાજસ્થાન સામે 178 બોલમાં સદી પૂરી કરી હતી. અને 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા તે IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ખેલાડીઓ સાથે જોવા મળી ચૂક્યો છે. જો કે તેનું ટી20 લીગમાં ડેબ્યુ હજુ બાકી છે. આવી સ્થિતિમાં, જો તે આ પ્રદર્શન જાળવી રાખે  તો તે IPLની વર્તમાન સિઝનમાં ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

    અર્જુને ભૂતકાળમાં ભારતીય દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પાસેથી કોચિંગ લીધું હતું. યોગરાજે જ યુવરાજને શરૂઆતના દિવસોમાં ક્રિકેટની ટેક્નિક શીખવી હતી. યુવીએ 2007માં ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. 2011 ODI વર્લ્ડ કપમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ તે સમયે ચેમ્પિયન પણ બની હતી. યોગરાજને ખૂબ જ કઠોર સ્વભાવના કોચ માનવામાં આવે છે અને ભૂલ થાય ત્યારે ગુસ્સો પણ આવે છે. તેનો કઠોર સ્વભાવ હવે અર્જુનના પ્રદર્શનને બદલી રહ્યો  હોય તેવું પણ લાગી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

    પંજાબના અન્ય બેટ્સમેન મનન વોહરાએ પણ યોગરાજ પાસેથી કોચિંગ લીધું છે. મનન વ્હોરાનો રેકોર્ડ ફર્સ્ટ ક્લાસમાં શાનદાર છે. એકવાર ટ્રેનિંગ સેશન દરમિયાન વોહરાને ઈજા થઈ હતી. આ પછી તેના ચહેરામાંથી લોહી નીકળવા લાગ્યું. આ ઘટના બાદ જ્યારે વોહરા રડવા લાગ્યો ત્યારે યોગરાજે તેને થપ્પડ પણ મારી દીધી હતી. આ પછી કહ્યું કે જા અને પાટો બાંધી અને ફરીથી બેટિંગ કર.

    MORE
    GALLERIES

  • 55

    Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

    હવે ક્રિકેટ ગોડ સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરે યોગરાજ સિંહ પાસેથી ટ્રેનિંગ લઈને યાદગાર પરફોર્મન્સ આપ્યું છે. આ 23 વર્ષીય યુવા ઓલરાઉન્ડર પાસે રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પોતાને સાબિત કરવાની તક છે. જો તે અહીં સતત પ્રદર્શન કરવામાં સફળ રહે તો તે જલ્દી જ ટીમ ઈન્ડિયાનો રસ્તો ક્લિયર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તેના પિતા સચિન તેંડુલકરે માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

    MORE
    GALLERIES