રજત પાટીદારને લવનીતની ઈજાનો મોટો ફાયદો મળ્યો હતો. તેને લવનીતની જગ્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટી20 લીગમાં રમવાના કારણે તેણે પોતાના લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા. મધ્યપ્રદેશમાં પાટીદારના પરિવારજનોએ કાર્યક્રમ માટે હોટલ પણ બુક કરાવી લીધી હતી. (Rajat Patidar Instagram)
તાજેતરમાં ન્યુઝીલેન્ડ શ્રેણી માટે રજત પાટીદારને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેની ટીમમાં અગાઉ પણ પસંદગી કરવામાં આવી હતી. પરંતુ કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટે તેને અત્યાર સુધી તક આપી નથી. તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હજુ બાકી છે. રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પણ તેના બેટથી ઢગલા મોઢે રન બની રહ્યા છે