હરિયાણાના ખેલાડી રાહુલ તેવાટિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ત્રણ ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાની ફિયાન્સી સાથે જોવા મળે છે. 27 વર્ષીય તેવાટિયા ગત વર્ષે યૂએઈમાં રમાયેલ આઈપીએલની 13મી સિઝનમાં ઘણો ચર્ચામાં રહ્યો હતો. IPL 2020માં એક ઓવરમાં 5 સિક્સ ફટકારી લાઇમલાઇટમાં આવ્યો હતો. (ફોટો સાભાર -@rahultewatia02)