

નવી દિલ્હી : રાહુલ દ્રવિડ...ભારતીય ક્રિકેટનું એક એવું નામ જેને આખી દુનિયા સન્માનની નજરોથી જોવે છે. દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમને ઘણી મેચો જીતાડી છે અને મહેનત સાથે ટીમ ઇન્ડિયાની સેવા કરી હતી. જોકે હવે દ્રવિડ (Rahul Dravid)ને સવાલોના ઘેરામાં ઉભા કરવામાં આવી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દ્રવિડ પર બીજા કોઈ નહીં પણ બીસીસીઆઈના કેટલાક અધિકારી સવાલ ઉભા કરી રહ્યા છે. જેનું કારણ છે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ઇજા છે.


રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ છે. બેંગલુરુમાં આવેલી આ એકેડમીમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસની જવાબદારી હોય છે. જો કોઈ ભારતીય અનફિટ થાય તો તે એનસીએમાં જ ફિટ થાય છે અને તેમાંથી ક્લિનચીટ મળ્યા પછી તેને ફરી ટીમ ઇન્ડિયામાં સ્થાન મળે છે. જોકે થોડા કેટલાક સમયથી એનસીએ ઉપર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે પણ ખેલાડી એનસીએ જઈ રહ્યો છે તેની ઈજા ખરાબ થઈ રહી છે અથવા તે ફરી પાછો ઇજાગ્રસ્ત થઈ જાય છે.


તાજો મામલો ઇશાંત શર્માનો છે. જે ન્યૂઝીલેન્ડના પ્રવાસે એક ટેસ્ટ રમ્યા પછી ઇજાગ્રસ્ત થયો હતો. તેને NCAએ ટેસ્ટ શ્રેણી શરુ થયાના ત્રણ દિવસ પહેલા ફીટ જાહેર કરી દીધો હતો. ઇન્ડિયા ટૂડેમાં આવેલા રિપોર્ટ પ્રમાણે ઇશાંતના મુદ્દા પછી બીસીસીઆઈ અધિકારીઓને લાગે છે કે NCA ચીફ રાહુલ દ્રવિડે આ મામલાની જવાબદારી લેવી જોઈએ.


રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈ અધિકારીએ કહ્યું છે કે રસપ્રદ છે રે ઇશાંત શર્મા (Ishant Sharma)ને ફિટ જાહેર કરી દીધો હતો. દ્રવિડ દેશના સૌથી સન્માનિત ખેલાડીઓમાંથી એક છે પણ બીસીસીઆઈ પ્રશાસને દરેક મામલામાં કઠોર છે. રાહુલ દ્રવિડ જ એનસીએમાં નિર્ણય કરે છે તેથી તેમણે આ મામલે જવાબદારી પણ લેવી જોઈએ.