Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં આજે ત્રણ મુકાબલા ખેલાયા હતા (Pro Kabaddi League 2021 Day 32 Result). આજે પુણેરી પલટનનો બેંગ્લુરૂ બુલ્સ સામે (bengaluru bull vs Puneri Paltan) .યૂ મુમ્બાનો તેલુગુ ટાઇટન્સ સામે (u mumba vs telugu titans) અને જયપુર પિંક પેન્થર્સનો તમિલ થલાઈવાઝ (jaipur pink panthers vs tamil thalaivas) સામે મુકાબલો રમાયો હતો.
આજના મુકાબલાઓમાં પ્રથમ મુકાબલો પુણેરી પલટનનો બેંગ્લુરૂ બુલ્સ સામે રમાયો હતો. આ મુકાબલામાં પુણેરી પલટને બેંગ્લુરુ બુલ્સ સામે 37-35ના સ્કોરથી જીત મેળવી છે. પુણેના ખેલાડી મોહિતે 13 પોઈન્ટ ટીમ માટે એકઠા કર્યા હતા જ્યારે બેંગ્લુરૂના કેપ્ટન પવન સેહરાવતે ટીમ માટે 10 પોઈન્ટ એકઠા કર્યા હતા. પુણેની ટીમે આજની મેચમાં બંને હાફમાં એક એકવાર બેંગ્લુરૂની ટીમને ઓલઆઉટ કરી હતી.
<br />આજનો બીજો મુકાબલો યૂ મુમ્બાનો તેલુગુ ટાઇટન્સ સામે (U Mumba vs Telugu Titans) રમાયો હતો. યૂ મુમ્બાના રેડર અભિષેક સિંહના 15 પોઈન્ટની મદદથી યૂ મુમ્બા તેલુગુ ટાઇટન્સને 42-35 પોઈન્ટની મદદથી જીત મેળવી હતી. તેલુગુ ટાઇટન્સ વતી આદર્શ ટીએ 12 પોઈન્ટ એકઠા કર્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહીં.
આજનો અંતિમ મુકાબલો જયપુર પિંક પેન્થર્સ અને તમિલ થલાઈવાઝ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં (Jaipur Pink Panthers vs Tamil Thalaivas) શરૂઆત ખૂબ રોમાંચક રહી હતી. બંને ટીમો વચ્ચે ખૂબ હરીફાઈ જોવા મળી હતી. જોકે, તમિલ થલાઈવાઝે મેચમાં લીડ જાળવી રાખી હતી. જયપુર પિંક પેન્થર્સ અને તમિલ થલાઈવાઝ વચ્ચે કાંટાની ટક્કરની બાદ અંતે આ મુકાબલો 34-34 પોઈન્ટ સાથે ડ્રોમાં ખપ્યો હતો. ટુર્નામેન્ટમાં આ 14મી મેચ ડ્રો ગઈ હતી.