Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગમાં આજે બે મેચ રમાઈ હતી. બંગાળ વૃૉરિયર્સની (bengal warriors vs jaipur pink panthers) જયપુર પિંક પેન્થર્સ સામે તો દબંગ દિલ્હી કેસીની (dabang delhi vs puneri paltan) પુણેરી પલટન સામે મેચ રમાઈ હતી. આ મુકાબલામાં જયપુરના પેન્થર્સેને 41-22ની લીડથી હરાવી બંગાળે મેચ જીતી હતી. બંગાળના વોરિયર્સને માત આપી છે. આ સાથે જ બંગાળે સિઝનની સાતમી જીત મેળવી છે.
જયપુર પિંક પેન્થર્સ અને બંગાળ વોરિયર્સની મેચમાં બંગાળના કેપ્ટન મનિન્દર સિંહે સૌથી વલધુ 13 પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે જયપુર માટે રેડર અર્જુન દેશવાલે 10 પોઈન્ટ મેળવ્યા હતા. બંગાળે પ્રથમ હાફમાં 14 પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે કે જયપુર 11 પોઈન્ટ જ બનાવી શકી હતી. જ્યારે સેકન્ડ હાફમાં પણ જયપુર 11 પોઈન્ટ બનાવી શકી જ્યારે કે બંગાળે 27 પોઈન્ટ બનાવ્યા હતા.