Pro Kabaddi League 28 Jan Live Updates: પ્રો કબડ્ડી લીગની સિઝન 8માં (Pro kabaddi league) આજે તમિલ થલાઈવાઝ અને પટના પાઇરેટ્સ (Tamil Thalaivas vs Patna Pirates) વચ્ચે મુકાબલો ખેલાયો હતો.
Pro Kabaddi League 28 Jan Live Updates: પ્રો કબડ્ડી લીગની સિઝન 8માં (Pro kabaddi league) આજે તમિલ થલાઈવાઝ અને પટના પાઇરેટ્સ (Tamil Thalaivas vs Patna Pirates) વચ્ચે મુકાબલો ખેલાયો હતો. આ મુકાબલામાં પટના પાઇરેટ્સની તમિલ થલાઈવાઝ સામે શાનદાર જીત થઈ છે.
2/ 5
આજે પ્રો કબડ્ડી લીગમાં એક માત્ર તમિલ થલાઈવાઝ અને પટના પાઇરેટ્સની વચ્ચે મુકાબલો ખેલાયો હતો. શરૂઆતની 15 મિનિટમાં પટના પાઇરેટ્સે જોરદાર રમતનું પ્રદર્શન દર્શાવ્યું હતું. પટના ટીમને 9 પોઈન્ટની લીડ મળી હતી.
विज्ञापन
3/ 5
પટના પાઇરેટ્સે પ્રથમ હાફમાં તમિલ થલાઈવાઝ પર 9 પોઈન્ટની લીડ મેળવી હતી અને સ્કોર 21-12 રહ્યો હતો. આ લીડ આગળ જતા તેમને ખૂબ કામે લાગી હતી.
4/ 5
સેકન્ડ હાફના અંત સુધીમાં પટના પાઇરેટ્સે તલમિલ થલાઈવાઝને મોટા અંતરે હરાવ્યું હતું. પટના પાઇરેટ્સે બીજા હાફમાં 31 પોઈન્ટ બનાવ્યા હતા જ્યારે તમિલ થલાઈવાઝ 12 પોઈન્ટ જ બનાવી શક્યા હતા.
5/ 5
આમ આજની મેચમાં પટના પાઇરેટ્સે તલિમ થલાઈવાઝને 52-24ના સ્કોરના ભારે માર્જિનથી હરાવી દીધું હતું. આજના સ્કોરના અંતે પટનાની 28 પોઈન્ટથી ભારે જીત થઈ હતી.