Pro Kabaddi League 2021-22: પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝન 22મી (Pro Kabaddi Season 8) ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહી છે. કોરોના સંક્રમણના કારણે આ વખતે કબડ્ડી સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ગ્રુપ સ્ટેજમાં 12 ટીમો વચ્ચે 66 મેચ રમાશે. લીગની શરૂઆત ભૂતપૂર્વ ચેમ્પિયન યુ મુમ્બા અને બેંગલુરુ બુલ્સ (Pro Kabaddi Match Today Timming) વચ્ચેની મેચથી થશે, જ્યારે તેલુગુ ટાઇટન્સ (Pro Kabaddi Match Telugu Titans) દિવસની બીજી મેચમાં તમિલ થલાઈવાસ સામે ટકરાશે. કોરોનાના કારણે પ્રો કબડ્ડી લીગનું બે વર્ષ પછી આયોજન કરવામાં આવી રહ્યું છે. આજથી શરૂ થવા જઈ રહેલી લીગનું જીવંત પ્રસારણ મોબાઇલ (Live Streaming of Pro Kabaddi) અને ટેલિવિઝન પર પણ નિહાળી શકાશે