Pro Kabaddi League: પ્રો કબડ્ડી લીગમાં આજે તમિલ થલાઈવાઝ સામે હરિયામા સ્ટીલર્સ (Pro Kabaddi Tamil Thalaivas vs Haryana) દબંગ દિલ્હી કેસી સામે જયપુર પિંક પેન્થર્સ (Pro Kabaddi Jaipur Pink Panthers vs Dabang Delhi KC)ની મેચ યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ મેચ હરિયાણા અને તમિલ સામે રમાઈ હતી. આ રસપ્રદ મેચમાં હરિયાણાને તમિલ થલાઈવાઝે 45-26ના સ્કોરથી માત આપી હતી.
મેચના બીજા મુકાબલામાં દબંગ દિલ્હીને જયપુર પિંક પેન્થર્સે 30-28ના માર્જીનથી હરાવ્યું હતું. દિલ્હીને આ રીતે સિઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. હાફ ટાઈમ સુધી મેચ 12-12ની બરાબરી પર હતી, પરંતુ બીજા હાફમાં જયપુરે દિલ્હી કરતા 2 પોઈન્ટ વધુ બનાવ્યા જે નિર્ણાયક સાબિત થયા. જોકે દિલ્હી ટોપ પર છે જ્યારે જયપુરની ટીમ જીત સાથે ટેબલમાં નંબર-6 પર પહોંચી ગઈ છે.
આજના મુકાબલામાં જયપુર સામે હારી ગયા બાદ પણ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન છે. દિલ્હીના 32 પોઈન્ટ છે જ્યારે કે જયપુર પિંક પેન્થર્સના છઠ્ઠા નંબર પર છે. દિલ્હીવર્તમાન સમયમાં પહેલીવાર હારી છે. તમિલ થલાઈવાઝે પણ આજે હરિયાણાને હરાવીને પોઈન્ટ ટેબલ પર ચોથો નંબર મેળવી લીધો છે જ્યારે ક હરિયાણા 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબરે છે.