Pro Kabaddi Leageu: પ્રો કબડ્ડી લીગમાં બુધવારે બે મેચ રમાઈ હતી જેમાં પ્રથમ મુકાબલો હરિયાણા સ્ટીલર્સને પુણેરી પલટન સાથે ( haryana steelers vs puneri paltan Result) તો બીજો મુકાબલો તેલુગૂ ટાઇટન્સનો જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers vs Telugu Titans) સામે હતો. આજના મુકાબલાઓની ખાસ વાત એ રહી હતી કે પ્રો કબડ્ડી લીગમાં આજદિન સુધી એકપણ મેચ ન જીતી શકેલી તેલુગુ ટાઇટન્સને પહેલીવાર મેચમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.
આજે પીકેએલમાં પ્રથમ મુકાબલો હરિયાણા સ્ટીલર્સને પુણેરી પલટન સાથે ( haryana steelers vs puneri paltan Result) વચ્ચે ખેલાયો હતો. આ મુકાબલામાં હાફ ટાઇમ સુધી મેચ બરાબર જામી હતી અને બંને ટીમનો સ્કોર 14-14 પર સ્થિર હતો. જોકે, બીજા હાફમાં હરિયાણાએ બાજી મારી લીધી હતી. બીજા હાફમાં હરિયાણાએ 37-30થી મુકાબલો જીતી લીધો હતો.