Pro kabaddi league: પ્રો કબડ્ડી લીગમાં રવિવારે 16મી જાન્યુઆરીના રોજ બે મુકાબલા રમાયા હતા. પ્રથમ મુકાબલો જયુપર પિંક પેન્થર્સનો તમિલ થલાઈવાઝ સામે હતો (Jaipur Pink Panthers vs tamil thalaivas Result) જ્યારે બીજો મુકાબલો પટના પાઇરેટ્સનો બેંગ્લુરૂ બુલ્સ સામે (Patna Pirates vs Bengaluru Bulls) સામે રમાયો હતો. આજની બે મેચમાંથી એકનું પરિણામ આવ્યું હતું જ્યારે અન્ય એક મેચ ટાઇ રહી હતી.
આજના પ્રથમ મુકાબલાના વાત કરીએ તો જયપુર પિંક પેન્થર્સ અને તમિલ થલાઈવાસ વચ્ચે રમાયેલો મુકાબલો ટાઈ રહ્યો છે. જયપુરે પોતાની 10 મેચમાં પહેલીવાર કોઈ મેચ ડ્રોમાં કાઢી હતી. જ્યારે 10 મુકાબલામાં તમિલ થલાઈવાઝનો પાંચમો ડ્રો મુકાબલો હતો. આ મુકાબલા બાદ તમિલ થલાઈવાઝ 30 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર પાંચમાં સ્થાને છે જ્યારે જયપુર પિંક પેન્થર્સ 31 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.