ફક્ત 18 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પૃથ્વી શો એ ક્રિકેટ જગતમાં તહલકો મચાવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ડેબ્યૂ શ્રેણીમાં ધમાલ મચાવ્યા પછી શો હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જોકે ટેસ્ટ શ્રેણી પહેલા તેની ઈજાએ ટીમ ઇન્ડિયાને પરેશાનીમાં મુકી દીધી છે. તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આખરે દુનિયાભરના પ્રશંસકો કેમ પૃથ્વી શો ના દિવાના છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ન રમતા વિરાટ સામે કેમ મુશ્કેલી ઉભી થઈ શકે છે.
1947થી લઈને અત્યાર સુધી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. ક્રિકેટ જાણકારોના મતે ટીમ ઇન્ડિયા પાસે આ વખતે શ્રેણી જીતવાની શાનદાર તક છે. જોકે પૃથ્વી શો ના રમે તો ટીમ ઇન્ડિયાએ લોકેશ રાહુલ અને મુરલી વિજય પાસે ઓપનિંગ કરવી પડશે. હાલ વિજય અને રાહુલ ખાસ ફોર્મમાં નથી. જેથી પૃથ્વીની ઇજા ભારત માટે ઝટકો છે.