Players With Most Centuries In Cricket : કોઈ ટીમમાં કેપ્ટન (cricket captain) તરીકેનો પદભાર સંભાળવો અને રમવું કેટલાક લોકો માટે બર્ડન હોઈ શકે છે, પણ અમુક ખેલાડીઓ પોતાના આ પદને એન્જોય કરી અને પોતાની ક્ષમતા બહાર લાવતા હોય છે. કોઈ પણ ફોર્મેટમાં ખેલાડી માટે સદી ફટકારવી એક મહત્વની બાબત છે અને એક કેપ્ટન તરીકે જ્યારે આવું કરવામાં આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કન્સીસ્ટન્સી સાથે ગેમમાં સદી (centuries) ફટકારી હોય તેવા ખેલોડીઓની સંખ્યા વધારે નથી. આજે આપણે વિવિધ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારા 6 ખેલાડીઓ વિશે વાત કરીશું.
બ્રાયન લારા Brian Lara : વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારા વિશ્વના મહાન ક્રિકેટરમાંના એક ગણવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમતા તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અદ્ભુત કરિયર બનાવ્યું. લેફ્ટ હેન્ડર લારા એક એલિગન્ટ અને અનઓર્થોડોક્સ ખેલાડી રહ્યા. જણાવી દઈએ કે બ્રાયન લારા એકમાત્ર એવા ખેલાડી છે જેણે એક જ ઈનિંગમાં ટેસ્ટ મેચમાં 400 રન બનાવ્યા હોય. હાલ પણ આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી અને તે આ રેકોર્ડ ધરાવતા એકમાત્ર ખેલાડી છે. લારાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કેપ્ટન તરીકે એક લાંબા સમય માટે કામ કર્યું છે. આ દરમ્યાન 172 મેચમાં લારાએ 8410 રન પણ બનાવ્યા. આ સ્કોર તેમના કેપ્ટન કાર્યકાળ દરમ્યાન રમાયેલી તમામ ફોર્મેટની મેચનો છે. કેપ્ટન તરીકે તેમણે 19 સદીઓ ફટકારી છે.
<br />માઈકલ ક્લાર્ક Michael clerk : માઈકલ ક્લાર્ક ઓસ્ટ્રેલિયાઈ ટીમના શ્રેષ્ઠ સ્પિન ખેલાડી હતા. ક્લાર્કના કરિયર પર નજર કરવામાં આવે તો તે પણ અદ્ભૂત જ રહ્યું છે. વર્ષ 2015માં વર્લ્ડકપમાં વિજયી ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રતિનિધિત્વ માઈકલ ક્લાર્ક દ્વારા કરવામાં આવી રહ્યું હતું. 2015 વર્લ્ડ કપ ફાઈનલ તેમની અંતિમ મેચ હતી. આ બાદ તેમણે ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી હતી. રાઈટ હેન્ડેડ ક્લાર્કે 139 મેચમાં 7060 રન બનાવ્યા હતા. કેપ્ટન તરીકે ક્લાર્કે પણ 19 સદીઓ ફટકારી છે. દુખની વાત છે કે ક્રિકેટ એક્સિડેન્ટમાં તેના નજીકના મિત્ર ફિલિપ્સ હ્યુજીસને ગુમાવ્યા બાદ તેણે ક્રિકેટથી વહેલા નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો.
સ્ટીવ સ્મિથ Steve Smith : સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન તરીકે એક શાનદાર ખેલાડી રહ્યા છે. સેન્ડપેપરની ઘટના પછી સ્મિથને કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના પછી તમામ ફોર્મેટમાં તેમની કેપ્ટનશીપ પાછી લેવામાં આવી હતી, સાથે જ તેમના પર 1 વર્ષનો બેન પણ મુકવામાં આવ્યો હતો. એક વર્ષના બેન પછી તેમણે શાનદાર કમબેક કર્યું અને એશીસ સિરીઝમાં એકલા હાથે ઓસ્ટ્રેલિયાઈ ટીમની મદદ કરી હતી. સ્મિથે કેપ્ટન તરીકે 93 મેચમાં 5885 રન કર્યા છે સાથે જ 20 સદીઓ પણ ફટકારી છે.
ગ્રીમ સ્મિથ graeme smith: ગ્રીમ સ્મિથને શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક ગણવામાં આવે છે. પોતાના કેપ્ટન તરીકેના સમય દરમ્યાન તેમણે ક્રિકેટના મેદાન પર રાજ કર્યું તેવું કહેવામાં કશું જ ખોટું નથી. ઘણ નાની ઉંમરમાં તેમને ટીમના ક્પ્ટન બનાવવામાં આવ્યા હતા. આટલી નાની ઉંમરમાં પણ તેમણએ શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું અને લોકોને આશ્ચર્યચકિત કર્યા. 286 મેચમાં ગ્રીમ સ્મિથે 14878 રન બનાવ્યા સાથે જ 33 સદીઓ પણ ફટકારી છે. હાલ ગ્રીમ ક્રિકેટ સાઉથ આફ્રિકામાં ડાયરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહ્યો છે.
રિકી પોન્ટિંગ Ricky Ponting : રિકા પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાની ટીમનો વધુ એક સ્ટાર ખેલાડી છે. તેની ગણતરી ગ્રેટેસ્ટ બેટ્સમેનોમાં કરવામાં આવે છે. સાથે જ તેમને શ્રેષ્ઠ કેપ્ટન પણ કહેવામાં આવે છે. પોતાની મજબૂત ટીમ સાથે મળીને તેણે દરેક ટીમને ધૂળ ચટાડી હતી. પોન્ટિંગે 324 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે ફરજ બજાવી હતી. આ દરમ્યાન તેણે 15440 રન અને 41 આંતરરાષ્ટ્રીય સદીઓ ફટકારી છે. સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓમાં તે બીજા ક્રમે છે.
વિરાટ કોહલી Virat Kohli વિરાટ કોહલીને તેના ચાહકો કિંગ કોહલીના નામથી પણ બોલાવે છે. કેમ કે જે રીતે તે મેદાન પર રમે છે તેને કિંગ કહેવો સહેજ પણ ખોટું નથી. કેપ્ટન તરીકે સૌથી વધુ સદી કરનાર ખેલાડીઓમાં પણ કોહલીનું નામ મોખરે છે. નવી પેઢીમાં કોહલી શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. કોહલીએ 188 મેચમાં 11811 રન કર્યા છે. કોહલી વધુ સદી ફટકારવા બાબતે રિકી પોન્ટિંગથી બસ એક જ સદી દૂર છે. અત્યાર સુધી વિરાટે 40 સદી ફટકારી છે. આવનારા સમયમાં તેના રિટાયરમેન્ટ સુધી કોહલી અનેક રેકોર્ડ બનાવે તો કોઈ નવાઈ નહીં.