જાપાનની યુવા સ્વિમિંગ સ્ટાર રિકાકો ઈકીએ ઈન્ડોનેશિયામાં રમવામાં આવી રહેલ 18મી એશિયન ગેમ્સમાં 6 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચિ દીધો છે. રિકી એશિયાઈ રમતમાં 6 ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. જ્યારે જાપાને અત્યાર સુધીમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 115 મેડલ પોતાના નામે કરી દીધા છે, જેમાં 39 ગોલ્ડ, 32 સિલ્વર અને 44 બ્રોન્ઝ મેડલ સામેલ છે.