આઈપીએલ-12ની ફાઇનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સને રોમાચંક મેચમાં 1 રને હરાવીને મુંબઈ ઇન્ડિચન્સ ચેમ્પિયન બન્યું છે. મુંબઈએ ચોથી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. જોકે આઈપીએલની બધી જ સિઝનમાં એક વાત કોમન રહી છે. આ વાત છે ઓરેન્જ કેપની. જે ટીમનો ખેલાડી ઓરેન્જ કેપ જીતે છે તે ટીમ આઈપીએલમાં ચેમ્પિયન બનતી હતી. આ વખતે સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે 12 મેચમાં 692 રન બનાવી ઓરેન્જ કેપ ઉપર કબજો કર્યો હતો. જોકે તેની ટીમ પ્લેઓફમાંથી જ બહાર થઈ ગઈ હતી.આમ ઓરેન્જ કેપ ફરી એક વખત અનલકી બની છે. જોકે આઈપીએલની ફક્ત એક સિઝનમાં ઓરેન્જ મેળવનાર પ્લેયરની ટીમ વિજેતા બની છે. આઈપીએલની સાતમી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ચેમ્પિયન બની હતી. તે વખતે કોલકાતાના રોબિન ઉથપ્પાએ 660 રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે.