Home » photogallery » રમતો » વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

विज्ञापन

  • 17

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    ફોર્બ્સે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા 100 સૌથી અમીર ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 285 મિલિયન ડોલર (આશરે 1730 કરોડ રૂપિયા) સાથે અમેરિકન બોક્સર ફ્લોયડ મેયવેદર નંબર-1 બની ગયો છે.સાત વર્ષમાં ચોથી વખત મેયવેદર નંબર-1 બન્યો છે.

    MORE
    GALLERIES

  • 27

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    વિશ્વના સૌથી અમીર બોક્સર ગણાતા ફ્લોયડ મેયવેદર બોક્સિંગમાંથી રિટાયર્ડ થયા બાદ પણ તેની કમાણીમાં વધારો થયો છે. મેયવેદર ફોર્બ્સની યાદીમાં ફૂટબોલર રોનાલ્ડોને પછાડી નંબર-1 બની ગયો છે. મેયવેદરના ઘરમાં જ્યાં-ત્યાં ડોલરના બંડલ પડ્યા હોય છે.

    MORE
    GALLERIES

  • 37

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    મેયવેદર જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે તે ડોલરના બંડલ ભરેલી બેગ લઇને જ નીકળે છે. મેયવેદર પાસે ખુદનું જેટ પણ છે.મેયવેદરનું લાસ વેગાસમાં આલિશાન ઘર આવેલુ છે, તેના નામનું એક અલગ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે જેનું નામ 'બિગ બોય મેન્શન' છે.

    MORE
    GALLERIES

  • 47

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    મેયવેદર વિશે કહેવાય છે કે તે પહેરેલા બૂટ બીજી વખત નથી પહેરતો, તેની પાસે શૂઝનું ઘણુ મોટુ કલેક્શન છે. મેયવેદરના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘરની આવી કેટલીક તસવીરો જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 57

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    મેયવેદરનું એક ઘર મિયામીમાં પણ છે. 22 હજાર સ્કવેર ફૂટમાં સાત બેડરૂમ છે, એક માસ્ટર બેડરૂમમાં સિટિંગ એરિયા પણ છે. આ ઘરમાં 9 બાથરૂમ છે. એક માસ્ટર બાથરૂમ પણ છે, જેમાં કેટલાક બાથ ટબ છે અને 12 લોકો માટે શોવર પણ છે. 2 સ્ક્રીનનું હોમ મૂવી થિયેટર છે. આ સાથે જ લક્ઝુરિયસ ઘરમાં સ્વિમિંગ પૂલ, કેટલાક ક્લોથિંગ અને શૂ કેબિનેટ્સ છે.

    MORE
    GALLERIES

  • 67

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    પોતાની પ્રોફેશનલ બોક્સિંગ કારકિર્દીમાં એક પણ મેચ ના હારનારો બોક્સિંગ લિજેન્ડ ફ્લોયડ મેયવેદર અત્યાર સુધી 50 મેચ જીતી ચુક્યો છે.ઓગસ્ટ 2017માં મેયવેદરે સૌથી મોંઘા મુકાબલામાં મિકસ્ડ માર્શલ આર્ટ્સના સુપરસ્ટાર કોનોર મેકગ્રેગોરને હરાવીને 50મી જીત મેળવી હતી.

    MORE
    GALLERIES

  • 77

    વિશ્વનો સૌથી અમીર ખેલાડી, માત્ર 36 મિનિટમાં કમાયો'તો 1845 કરોડ, સૂવે છે પૈસાની પથારીમાં

    ફાઇટને જીત્યા બાદ મેયવેદરને આશરે 650 કરોડ રૂપિયા (100 મિલિયન ડોલર) મળ્યા હતા. આ ફાઇટમાં મેયવેદર પર 600 મિલિયન ડોલર એટલે કે આશરે 3832 કરોડ રૂપિયા દાવ પર લાગ્યા હતા.

    MORE
    GALLERIES