અભિનવ બિંદ્રાએ પોતાના કરિયરમાં કેટલાએ પડાવ પાર કર્યા છે. તેણે માત્ર 14 વર્ષની ઉંમરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ કર્યું હતું. 2001માં મ્યૂનિખ શૂટિંગ વર્લ્ડ કપમાં તે બ્રોન્ઝ મેડલિસ્ટ બન્યો. ત્યારબાદ 2001માં તેને રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનીત કરવામાં આવ્યો. 2006માં તે પહેલો ભારતીય શૂટર બન્યો જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો.