એ સમયે મોટી ઘટના માનવમાં આવતી આ ઘટનામાં જ્યારે તેણે વિવિયન સાથે પ્રેગ્નનન્સી અંગે વાત કરી તો તેણે આ મુદ્દે તમામ નિર્ણયો નીના પર છોડી દીધા હતા. તેને બાળકના જન્મ અને તેને પોતાનું નામ આપવામાં કોઈ વાંધો નહોતો, પરંતુ તે લગ્ન માટે તૈયાર નહોતો. પછી નીનાએ લગ્ન કર્યા વિના બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું અને મસાબા ગુપ્તા દુનિયામાં આવી.
નીનાએ દીકરીને પોતાનું નામ તો આપ્યું જ પરંતુ મસાબાનો એકલા હાથે ઉછેર પણ કર્યો. તેની પોતાની ભૂલોમાંથી બોધપાઠ લઈને તેણે પોતાની દીકરીને સમાજની મર્યાદામાં જ ઉછેરી હતી. એક ઈન્ટરવ્યુમાં મસાબાએ કહ્યું હતું કે તેની માતા તેના માટે થોડી રૂઢિચુસ્ત રહી હતી. તેણે મસાબાને પણ લિવ-ઈનમાં રહેવા ન દીધી હતી અને સાથે જ લગ્નનો અર્થ પણ સમજાવ્યો હતો.