બૉલીવુડ અભિનેત્રી નીના ગુપ્તાના અંગત જીવનની ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે તેની પુત્રી મસાબાએ તાજેતરમાં લગ્ન કર્યા હતા. જેમાં તેણીનો પહેલો પ્રેમ અને મસાબાના પિતા વિવિયન રિચર્ડ્સ પણ પહોંચી ગયા હતા, ત્યાર બાદ ફરી એકવાર તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આત્મકથા 'સચ કહું તો'માં તેણે દિગ્ગજ ક્રિકેટર સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું છે.
દિગ્ગજ ક્રિકેટરને મળવા અંગે નીના ગુપ્તાએ જણાવ્યું હતું કે તે ફિલ્મ 'બંટવારા'નું શૂટિંગ કરી રહી હતી. એક દિવસ તે જયપુરની મહારાણીની પાર્ટીમાં ભાગ લેવા ગઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝના તત્કાલીન કેપ્ટન વિવિયન રિચર્ડ્સ પણ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. અહીં તેમની પ્રથમ મુલાકાત અને વાતચીત થઈ હતી. આ મુલાકાત પહેલા મિત્રતાથી શરૂ થઈ હતી પરંતુ બાદમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.
હાલ 63 વર્ષીય અભિનેત્રી ત્યારે વિવિયન રિચર્ડ્સને મળ્યા પહેલા જ ક્રિકેટરથી પ્રભાવિત થઈ હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે ભારતને વિજેતા મેચમાં હરાવ્યું ત્યારે તેની ટીમ મેદાનમાં જશ્ન મનાવી રહી હતી અને આ દરમિયાન નીના ગુપ્તાની નજર ટીમના કેપ્ટન વિવિયન પર પડી. તેણે જોયું કે તેની આંખો ભીની હતી. કદાચ તેને સમજાયું હતું કે તેઑ મેચ પણ હારી શકે તેમ હતા.
તેમનું ગૌરવપૂર્ણ વર્તન જોઈને નીના ગુપ્તા એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે લાઈવ ટીવી પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી. આ પછી તેઓ જયપુરની રાણીની પાર્ટીમાં મળ્યા હતા. અભિનેત્રીને તેના પ્રેમનો અહેસાસ ત્યારે થયો જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં 3-4 અઠવાડિયા રમીને પરત ફરી. આ ક્રિકેટર એન્ટીગુઆમાં પોતાના ઘરે પરત ફર્યો હતો.
નીના ગુપ્તા તે સમયે પોતાના કામમાં વ્યસ્ત હતી. બંને પાસે એકબીજાનો નંબર પણ નહોતો. આ દરમિયાન, અભિનેત્રીને વિવિયન રિચર્ડ્સ માટે ઘણો પ્રેમ જાગ્યો હતો. તે તો તેના વિશે જ વિચારતી રહી હતી. તેઓને લાગવા માંડ્યું હતું કે હવે મુલાકાત નહીં થાય. પરંતુ નસીબનામાં કંઈક બીજું હતું અને જ્યારે તેણે આખરે વિવિયનને દિલ્હી એરપોર્ટ પર જોયો ત્યારે તેની લાંબી રાહનો અંત આવ્યો હતો.