વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચુકી છે. ટીમમાં ફાસ્ટ બોલર નવદીપ સૈનીને મોકો મળ્યો છે. નવદીપ સૈની તેની ઝડપને કારણે જાણીતો છે. દિલ્હી રણજી ટીમનો ફાસ્ટ બોલર સૈની 150 કિમી. પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. આ જ કારણે વર્લ્ડ કપની ટીમ માટે ટીમ ઇન્ડિયાને સૈનીની જરૂર પડી હતી. સૈનીએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ધોની જેવા બેટ્સમેનોને નેટ્સ પ્રેક્ટિસ કરાવી હતી. હવે સૈની ઇન્ડિયાને ટીમમાં જગ્યા મળી ચુકી છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનાર વન ડે અને ટી 20 સીરિઝમાં માટે તેને ટીમમાં સામેલ કરાયો છે. ટીમ ઇન્ડિયાના આ ફાસ્ટ બોલરની ગર્લફ્રેન્ડ પણ ખાસ છે.