unique name of cricketer kids: ટીમ ઈન્ડિયા હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી રમી રહી છે. અગાઉ દુબઈમાં ટી-20 વર્લ્ડકપ રમવા ગઈ હતી. બાયોબબલના કારણે ક્રિકેટરોનો પરિવાર તેમની સાથે રહે છે અને મોટાભાગે મેચ જોવા પણ આવે છે. આઈપીએલથી લઈને આંતરાષ્ટ્રીય મેચ વખતે આ ક્રિકેટરોના બાળકો તેમની સાથે જોવા મળે છે. જોકે, શું તમે જાણો છો કે આ બાળકોના યૂનિક નામનો અર્થ શું થાય છે? દાખલા તરીકે વિરાટ કોહલીની દીકરી વામિકા કે ધોનીની લાડલી ઝીવા કે પછી હાર્દિક પંડ્યાના દીકરા અગતસ્યનાં નામનો અર્થ શું કે પછી કેપ્ટન રોહિતની સમાયરા. આજે અમે તમને આ બાળકોના નામનો અર્થ સમજાવીશું.