ટેરિટોરિયલ આર્મી સાથે લગભગ બે સપ્તાહ પસાર કર્યા પછી લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોની દિલ્હી પરત ફર્યો છે. ધોની શુક્રવારે પરત ફર્યો હતો. તે લેહથી સીધો દિલ્હી ગયો હતો. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ન જતા ધોની 30 જુલાઈએ ટેરિટોરિયલ આર્મી સાથે જોડાયો હતો અને બે સપ્તાહ સુધી ટ્રેનિંગ લીધી હતી.