નવી દિલ્હી : ચેન્નઈ સુપરકિંગ્સના (Chennai Super Kings)કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ (ms dhoni) લગભગ એક વર્ષ પછી મેદાન પર દમ બતાવવા માટે કમર કસી લીધી છે. આઈપીએલની 13મી (IPL 2020) સિઝન માટે ધોની સહિત ચેન્નઈ સુપર કિંગ્સના બાકી ખેલાડી ચેન્નઇ પહોંચતા જ પ્રેક્ટિસ માટે જોડાઈ ગયા છે. ધોનીની ટીમે ચેન્નઈમાં કેમ્પ લગાવ્યો છે.
ધોની વિશેષ વિમાનથી ચેન્નઈ પહોંચ્યો હતો. રાંચી એરપોર્ટ પર તેના માટે વિશેષ વિમાન હતું. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સના અન્ય ક્રિકેટર સુરેશ રૈના, પીયુષ ચાવલા અને દીપક ચાહર પણ હતા. ગુરુવારે ધોનીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો. જેમાં તે નેગેટિન આવ્યો હતો. ચેન્નઈ રવાના થયા પહેલા બધા ખેલાડીઓ માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. હવે ધોની ચેન્નઈમાં જ રહેશે અને ત્યાંથી દુબઈ રવાના થતા પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.