ICCએ T20 World Cup 2020ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આગામી વર્ષે રમાનાર આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાશે. ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટના બીજા ગ્રૂપમાં છે, જેને ગ્રૂપ ઓફ ડેથ માનવામાં આવે છે. આ ગ્રૂપમાં ટીમ ઇન્ડિયાની સાથે દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ છે. જે ટી-20 ક્રિકેટમાં ઘણી મજબૂત ટીમ માનવામાં આવે છે. જોકે આ બધાની વચ્ચે એક સવાલ પ્રશંસકોની અવશ્ય થતો હશે કે શું ધોની 2020માં યોજાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં રમી શકે છે? ધોનીના શાનદાર પ્રદર્શન જોઈએ તો આ સવાલનો જવાબ તમને હા માં મળશે. હાલ કહેવાઇ રહ્યું છે કે ધોની 2019ના વર્લ્ડ કપ પછી નિવૃત્તિ જાહેર કરી દેશે. જોકે અમે ત્રણ કારણો બતાવી રહ્યા છીએ કે ધોની 2020ના ટી-20 વર્લ્ડ કપમાં પણ રમી શકે છે.
રન બનાવવાની ભૂખ - 2018માં એક અડધી સદી માટે સંઘર્ષ કરનાર ધોનીએ નવા વર્ષની શરુઆત ધમાકા સાથે કરી છે. ધોની અત્યાર સુધી રમાયેલ 5 મેચમાં 3 અડધી સદી સાથે 241 રન બનાવી ચૂક્યો છે. તે ફક્ત એક વખત આઉટ થયો છે. તેની એવરેજ 241ની છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વન-ડેમાં તે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો. જ્યાં સુધી તેના બેટમાં દમ છે ત્યાં સુધી તે ઇન્ડિયા તરફથી રમી શકે છે.
શાનદાર ફિટનેસ - ક્રિકેટમાં 37 વર્ષનો ખેલાડી મોટાભાગે અનફિટ હોય છે. તેની ફિલ્ડિંગ નબળી હોય છે, વિકેટ વચ્ચે રનિંગ નબળું હોય છે. જોકે ધોની આજે પણ ટીમ ઇન્ડિયાનો જ નહીં દુનિયાના સૌથી ફીટ ખેલાડીમાં સામેલ છે. ધોની 50 ઓવર વિકેટકીપિંગ કર્યા પછી વિકેટ વચ્ચે જોરદાર દોડ લગાવે છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે ધોનીની ફિટનેસને સલામ કરી હતી. ધોનીની ફિટનેસ તેની સાથે છે તો 2020ના ટી-20 વર્લ્ડ કપમાં રમવું તેના માટે કોઈ મોટી વાત નથી.