દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli) એ ભારતના ટેસ્ટ કેપ્ટન (Test team Captain) પદેથી રાજીનામું આપ્યું હતું.કોહલીએ 68 મેચમાંથી 40માં જીત, 17માં હાર અને 11 ડ્રો સાથે તેની કારકિર્દીનો અંત કર્યો. આનાથી તે ભારતનો મહાન ટેસ્ટ કેપ્ટન બને છે. ભારતે 2018-19 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું, ત્યારે તેમની પ્રથમ સીરીઝ ડાઉન અંડર જીતી, 2021માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ જીતી અને હાલ ટીમ એકંદરે સારું પ્રદર્શન કરી રહી છે. આજના આર્ટિકલમાં અમે તમને ટોપ 5 કેપ્ટન વિશે જણાવિશું, જેણે ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી.
ગ્રીમ સ્મિથ- 53 જીત Graeme Smith : સ્મિથને દક્ષિણ આફ્રિકા માટે 22 વર્ષની નાની ઉંમરે કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીતનો રેકોર્ડ તેના નામે છે. 109 મેચોમાં તેણે 53 ટેસ્ટ જીતી છે, 28 મેચ હાર્યા છે અને 27 મેચ ડ્રો રહી છે. તે 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર ટેસ્ટ કેપ્ટન પણ છે. તેની જીતની ટકાવારી 48.62 છે.
રિકી પોન્ટિંગ-48 જીત Ricky Ponting : પોન્ટિંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું સુવર્ણ યુગમાં નેતૃત્વ કર્યું હતું. પોન્ટિંગ 2004-2010 વચ્ચે ટીમનો કેપ્ટન હતો. 2003 અને 2007ની વચ્ચે ઑસ્ટ્રેલિયા પોતાના હોમ ટાઉનમાં લગભગ અજેય રહ્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 77 વખત ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કર્યું અને 48 મેચ જીતી, જ્યારે માત્ર 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. તેણે 13 મેચ ડ્રો કરી અને તેની જીતની ટકાવારી 62.33 હતી.
<br />સ્ટીવ વો steve waugh - 41 જીત : વોએ પોન્ટિંગ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. વૉ અને પોન્ટિંગના નેતૃત્વ હેઠળ, ઑસ્ટ્રેલિયાએ દરેક જગ્યાએ જીત મેળવી અને ત્રણ બેક ટુ બેક ICC વર્લ્ડ કપ ટાઇટલ (1999, 2003, 2007) પણ જીત્યા હતા. સ્ટીવ વોએ 57 મેચોમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું અને તેમાંથી 41માં જીત મેળવી હતી. 1999-2004 વચ્ચે તેની જીતની ટકાવારી 71.92 છે.
વિરાટ કોહલી Virat Kohli -40 જીત : કોહલીએ 2014-2022 ની વચ્ચે ભારતનું નેતૃત્વ કર્યું અને શ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું. તેમના સમયગાળા દરમિયાન ટીમે હોમટાઉનમાં 14 બેક ટુ બેક ટેસ્ટ સીરીઝ જીતી હતી. ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત સાતમાં સ્થાને હતું,ત્યારે કોહલીએ કેપ્ટન પદ સંભાળ્યું અને તેણે ભારતને નંબર વન ટેસ્ટ ટીમ બનાવી. તેણે 58.82ની જીતની ટકાવારી સાથે કેપ્ટનસીનો અંત કર્યો, જે તમામ ભારતીય ટેસ્ટ કેપ્ટનોમાં શ્રેષ્ઠ છે.
<br />ક્લાઈવ લોઈડ Clive Lloyd -36 જીત : લિસ્ટમાં છેલ્લું નામ પૂર્વ વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટનનું છે. તેણે 1974-1985 વચ્ચે 74 મેચોમાં વિન્ડીઝનું નેતૃત્વ કર્યું અને તેમાંથી 36 જીત્યા જ્યારે માત્ર 12માં હાર અને 26 મેચ ડ્રો કરી. તેમણે 48.64 ની જીતની ટકાવારી સાથે તેમનો કાર્યકાળ સમાપ્ત કર્યો. લ્યોડને હજુ પણ માત્ર વેસ્ટ ઈન્ડિઝ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે ગણવામાં આવે છે.