<br />Hasin Jhan photos: ટીમ ઈન્ડિયાના પેસર મોહમ્મદ શામી ( Mohammad Shami)ની પત્ની હસીન જહાન (Hasin jahan)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બેકપોઝની તસવીર શેર કરી છે. હસીન જહાને જણાવ્યું છેકે તે તેનું વજન ચાર કિલોગ્રામ વધી ગયું છે. શામી અને હસીન જહાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેના કારણે બંને અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, શામીએ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ જ કર્યુ હતું તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા.
મોહમ્મદ શામી અને હસીન જહાનનું લગ્ન 6 જૂન 2014માં થયું હતું. હસીન કોલકત્તાની રહેવાસી છે અને મોડલીંગ કરતી હતી. ત્યારબાદ તે કોલકાત્તા નાઇટ રાઇડર્સની ચીયર લીડર પણ હતી. એ વખતે શામી અને હસીનને મુલાકાત થઈ હતી. ત્યારબાદ શામીએ પરિવારની મરજી વિરુદ્ધ હસીન સાથે લગ્ન કર્યુ હતું. જોકે, વર્ષ 2018થી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.