Home » photogallery » રમતો » ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ફરી ચર્ચામાં છે

विज्ञापन

  • 15

    ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

    મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ફરી ચર્ચામાં છે. તે અમરોહામાં પોતાના સાસરીયામાં પહોંચી અને ત્યાં રહેવાની જાહેરાત કરી દીધી હતી. આ પછી પોલીસે તેને ત્યાંથી બહાર કાઢી હતી. છેલ્લા દોઢ વર્ષથી શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેના સંબંધો ખરાબ છે. હસીને શમી ઉપર આરોપ લગાવ્યો છે કે તે તે ઘરના ખર્ચ માટે પૈસા આપતો નથી. સાથે તેનું અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. શમીએ તેના આરોપને ખોટા ગણાવ્યા છે અને કહ્યું હતું કે હસીને તેને દગો આપ્યો હતો. હસીન પહેલાથી પરણિત હતી અને બે બાળકની માતા પણ હતી. શમીનું કહેવું હતું કે જ્યારે અને બંનેએ લગ્ન કર્યા ત્યારે હસીન જહાંના પ્રથમ લગ્ન વિશે ખબર ન હતી. જહાંએ લગ્ન પછી આ વાત જણાવી હતી.

    MORE
    GALLERIES

  • 25

    ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

    હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સની ચીયર લીડર બની હતી. આ દરમિયાન શમી અને હસીન વચ્ચે પ્રેમ થયો હતો. શમીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

    પછી ખબર પડી હતી કે હસીનના આ બીજા લગ્ન હતા. તેના પ્રથમ પતિનું નામ સૈફુદ્દીન છે. તે પશ્ચિમ બંગાળના બીરભૂમીમાં સ્ટેશનરીની દુકાન ચલાવે છે.

    MORE
    GALLERIES

  • 45

    ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

    ત્યારે મીડિયા હસીનના બીજા પતિ પાસે પહોંચી તો તેણે કહ્યું હતું કે અમારા લગ્ન 2002માં થયા હતા. આ લગ્નથી અમારા બે બાળકો પણ છે. જોકે 2010માં અમારા તલાક થયા હતા. સૈફુદ્દીને કહ્યું હતું કે તે હસીન જહાંને 10માં ધોરણથી પ્રેમ કરતો હતો. સૈફુદ્દીને કહ્યું હતું કે હસીન પોતાની રીતે પગભર થવા માંગતી હતી પણ અમારા ઘરની મહિલાઓને નોકરી કરવાની પરવાનગી નથી. આ પ્રતિબંધ હસીનને પસંદ ન હતો અને તેણે તલાક લઈ લીધા હતા.

    MORE
    GALLERIES

  • 55

    ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંની કહાની, કેમ છોડી દીધો હતો પ્રથમ પતિ

    શરુઆતમાં હસીને મોહમ્મદ શમી ઉપર ઘણા આરોપ લગાવ્યા હતા. જે સાચા સાબિત થયા ન હતા. તેણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે તેના જેઠ મોહમ્મદ હસીન અહમદે તેની સાથે બળાત્કાર કર્યો હતો. કોલકાતા પોલીસે જ્યારે મેડિકલ ટેસ્ટ કરાવ્યો તો આ વાતની પૃષ્ટિ થઈ ન હતી.

    MORE
    GALLERIES