ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપની ત્રીજી વન-ડેમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. જોકે ભારતે આ શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી વન-ડેમાં ભારત 149 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડે 29.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મિતાલી 200મી વન-ડેમાં 9 રન જ બનાવી શકી હતી.