નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝઈ (Nobel Peace Prize laureate Malala Yousafzai Marriage) ) લગ્નના બંધાઈ ચુકી છે. તેણે યુકેમાં અસર મલિક (Asser Malik) સાથે લગ્ન કર્યા છે. મલાલાના પતિ અસરનો પાકિસ્તાન ક્રિકેટ સાથે ગાઢ સંબંધ છે. તેઓ એક ફ્રેન્ચાઈઝીના માલિક પણ હતા. ઉલ્લેખનીય છે કે, અસર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હાઈ પરફોર્મન્સ જનરલ મેનેજર છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી ક્રિકેટ ઈવેન્ટ્સની તસવીરો પણ શેર કરી છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે મલાલા અને અસર કેટલા સમયથી એકબીજાને ઓળખે છે, પરંતુ બંને લગભગ 2019થી એકબીજાને ઓળખે છે.
અસરે ફોટો કેપ્શનમાં મલાલાને ટેગ પણ કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં જોડાતા પહેલા અસરની એમેચ્યોર લીગમાં મહત્વની ભૂમિકા હતી. જેના કારણે તેનો ક્રિકેટમાં રસ વધ્યો. ક્રિકઈન્ફોના જણાવ્યા મુજબ, તેઓ પ્લેયર મેનેજમેન્ટ એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર હતા અને એમેચ્યોર લીગ લાસ્ટ મેન સ્ટેન્ડમાં ફ્રેન્ચાઇઝી પણ ધરાવતા હતા.
મલાલાએ પોતાના નવા જીવનની શરૂઆત અંગે ટ્વિટર પર ફોટોઝ શેર કરીને જાણકારી આપી હતી. તેણે ટ્વિટ કર્યું કે, આજ મારા જીવનનો સૌથી અનમોલ દિવસ છે. અસર અને હું જીવનભર માટે એકબીજાનો સાથે નિભાવવા માટે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છીએ. અમે બર્મિંઘમમાં અમારા પરીવારજનોની હાજરીમમાં એક નાનો નિકાહ સમારોહ યોજ્યો હતો. અમે આગળના સફર માટે એકસાથે ચાલવા ઉત્સાહિત છીએ. અમારે તમારી શુભકામનાઓની જરૂર છે.