રાંચી : ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team)પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni)ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હોય પણ તેના નામનો જલવો હજુ પણ યથાવત્ છે. ક્રિકેટ પછી ધોની હવે ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે. તેના ગૃહ પ્રદેશ ઝારખંડની (Jharkhand)રાજધાની રાંચીની બજારોમાં ધોનીના ખેતરોની શાકભાજી ઘણી વેચાઇ રહી છે. આ શાકભાજીની ચર્ચા હવે રાંચીથી નિકળીને અન્ય રાજ્યોમાં પણ થઈ રહી છે. શાકભાજીના બજારમાં પણ જે શાકભાજીની સૌથી વધારે ચર્ચા છે તે ધોનીના ખેતરના ટમાટા છે. ધોનીએ પોતાના 43 એકરના ફાર્મ હાઉસમાંથી 3 એકરમાં ફક્ત ટમાટાની ખેતી કરી છે.
TO 1156 નામના આ ટમાટા બજારમાં 40 રૂપિયા કિલોને ભાવે વેચાઇ રહ્યા છે. રાંચીના સૈંબોમાં ધોનીનું ફાર્મ હાઉસ છે. અહીં ટમાટાની સાથે બીજા શાકભાજી પણ ઉગાડવામાં આવી રહ્યા છે. ટમાટા માર્કેટમાં પણ આવી ગયા છે. જાણકારો બતાવે છે કે ધોનીના ફાર્મહાઉસના ટમાટા ખાસ પ્રકારના છે. બતાવવામાં આવી રહ્યું છે કે બજારમાં તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ધોની ઇચ્છે છે કે તેની સાથે જે એક પુરી ટીમ ખેતી કાર્યો સાથે જોડાયેલી છે. ફાર્મ હાઉસમાં વેચવામાં આવી રહેલી શાકભાજી તેમની કમાણીનો સ્ત્રોત બને.