રાહુલ અને અથિયાના લગ્નમાં મહેમાનોની પાંખી હાજરી જોવા મળી હતી. સંજય દત્ત, અજય દેવગન જેવા અભિનેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હરભજન સિંહ ગૌતભ ગંભીર જેવા ક્રિકેટરોએ પણ હાજરી આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને લગ્નમાં આમંત્રિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા અને હવે પરિવારોની મરજીથી તેઓ પરણી ગયા છે.