કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે(Indian Cricket team)વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં (West Indies Tour) ટી-20, વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાં વિપક્ષી ટીમનો સફાયો કરી દીધો હતો. હવે કોહલી ઘરેલું શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા (South Africa)સામે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. આ પહેલા કોહલીએ એક અમેરિકી ટીવી શોમાં પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા છે. કોહલીએ કહ્યું હતું કે સ્કૂલના દિવસોમાં ગણિતના કારણે તેને ઘણી પરેશાની થતી હતી. જેટલી મહેનત 10માં ધોરણમાં ગણિતમાં પાસ થવા માટે કરી હતી તેટલી મહેનત તો ક્રિકેટ માટે પણ કરી નથી.
કોહલીએ એમેરિકી સ્પોર્ટ્સ પત્રકાર ગ્રાહમ બેનસિંગર(Graham Bensinger)સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ગણિતની પરીક્ષા 100 માર્ક્સની હોતી હતી. મારે 3 માર્ક્સ આવતા હતા. હું આવો હતો. હું સમજી શકતો ન હતો કે કોઈ ગણિત કેમ ભણે છે. મને તેની મુશ્કેલી સમજણ પડતી ન હતી. મેં તે ફોર્મ્યુલાનો જીવનમાં ક્યારેય ઉપયોગ કર્યો નથી.
કોહલીએ કહ્યું હતું કે હું 10માં ધોરણની પરીક્ષા પાસ કરી લેવા માંગતો હતો અને આ પછી તમે પોતાના વિષય પસંદ કરી શકતા હતા. તેમાં ગણિતની જરુર ન હતી. હું સ્પષ્ટ રીતે કહેવા માંગું છું કે મેં તે પરીક્ષાને પાસ કરવા માટે જેટલી મહેનત કરી હતી તેટલી તો મેં ક્રિકેટ માટે પણ કરી ન હતી. હું સ્કૂલમાં ક્યારેય સૌથી હોશિયાર બાળકમાં ન હતો પણ શીખવામાં ફાસ્ટ હતો.
વિરાટે જણાવ્યું હતું કે વિપક્ષી ટીમની નજરમાં તેના માટે ડર અને સન્માનની ભાવના ન હોવાના કારણે તેણે પોતાની રમત બદલી હતી અને તે અસરદાર ખેલાડી બન્યો હતો. કોહલીએ કહ્યું હતું કે હું ઇચ્છતો હતો કે જ્યારે હું બેટિંગમાં રમી રહ્યો હોય ત્યારે ટીમોએ વિચાર કરવો જોઈએ કે આપણે આ ખેલાડીને આઉટ કરવો જોઈએ નહીંતર આપણે મેચ ગુમાવી દઇશું. આ સાથે તેણે કહ્યું હતું કે ફિટનેસ કેવી રીતે તેના જીવનનો મહત્વનો ભાગ બની ગઈ અને કેવી રીતે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન ઝડપથી બહાર આવવામાં મદદ કરી હતી.