દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની ODI શ્રેણી (IND vs SA ODI Series) માટે ભારતીય ક્રિકેટ ટીમની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. આ સિરીઝ માટે કેએલ રાહુલને (KL Rahul Named As Captain Ahead of IND vs SA ODI Series) કેપ્ટનશિપ આપવામાં આવી છે જ્યારે રોહિત શર્મા ઈજાના કારણે બહાર રહેશે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી (Virat Kohli IND vs SA Player) એક ખેલાડી તરીકે ટીમમાં સામેલ થશે એટલે કે તે રાહુલની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે.