KL Rahul : દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામે સેન્ચુરિયન ટેસ્ટનો (Centurion Test)પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં (IND vs SA first Test)પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા હતા. આ સ્કોર ઉભો કરવામાં કે.એલ. રાહુલની સદીનું મોટું યોગદાન હતું. રાહુલે કાલે પહેલી જ ટેસ્ટમાં આફ્રિકાની ધરતી પર 122 રન નોટઆઉટ માર્યા હતા. (KL Rahul Century) કે.એલ. રાહુલ ક્રિકેટની સાથે સાથે કારનો પણ શોખીન છે. તેની પાસે બીએમડબલ્યૂ, ઓડી આર એ8 લેન્ડરોવર જેવી મોંઘીદાટ કાર છે.