મુંબઈ :IPLની (IPL 2022) 66મી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 68 રન બનાવ્યા હતા. આ સાથે રાહુલે IPLની વર્તમાન સિઝનમાં પોતાના 500 રન પણ પૂરા કર્યા છે. કેએલ રાહુલ આ ટી20 લીગમાં સતત પાંચ સિઝનમાં પાંચસો રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાંથી બહાર થયા બાદ કેએલ રાહુલ આઈપીએલમાં આ સમયે શાનદાર ફોર્મમાં છે. તેણે પંજાબ કિંગ્સ (2018) માટે પ્રથમ સિઝનમાં 659 રન બનાવ્યા હતા. તેના આગલા વર્ષે (2019) રાહુલે 593 રન બનાવ્યા હતા. વર્ષ 2022માં રાહુલે 670 રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં તેણે 626 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સ માટે આ વર્ષની IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે વર્તમાન સિઝનમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની બંને સદી ફટકારી હતી. વિકેટકીપર ક્વિન્ટન ડી કોક સાથે તેની ઓપનિંગ શાનદાર રહી છે.