બોલિવૂડ અને ક્રિકેટની લવ સ્ટોરીનું કનેક્શન ઘણું જૂનું છે. હાલમાં આ શ્રેણીમાં સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી અને ભારતના ધુંવાધાર ઓપનર કે.એલ. રાહુલનું (KL Rahul and Athiya shetty Love Story) નામ જોડાયું છે. અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી પ્રેમમાં છે. બંનેએ તાજેતરમાં જ તેમના સંબંધોને સાર્વજનિક કર્યા છે અને ત્યારથી તરત જ દરેકના પ્રિય બની ગયા છે.
કે.એલ. રાહુલ અને અથિયા શેટ્ટી બંને જાહેરમાં એક બીજા સાથે જોવા મળે છે અને તસવીરો પણ પોસ્ટ કરે છે (KL Rahul-Athiya Shetty Photos) જોકે, ક્રિકેટ અને બૉલિવૂડના આ બંને તરવરિયા યુવક-યુવતીઓ શોખીન છે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી પાસે કરોડો રૂપિયાની મોંઘી કાર છે (KL Rahul Athiya Shetty car Collection) . કપલ પાસે જેગુઆર, બીએમડબલ્યૂ, ઓડી આર એ8 જેવી મોંઘી દાટ કાર છે.