કેપીએસ ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા, મોહિત બર્મન અને કરન પોલ) પાસે કિંગ્સ ઇલેવન પંજાબનો માલિકી હક છે. 2008માં સેમીફાઇનલ અને 2014માં ઉપવિજેતા તરીકે પંજાબે સારુ પ્રદર્શન કર્યું હતું. જ્યારે 2009, 2010, 2011, 2012, 2013, 2015, 2016, 2017 અને 2018માં તે ટોપ 4માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી. પંજાબે અત્યાર સુધી 162 મેચ રમી છે. જેમાં 74માં જીત મળી છે અને 86માં હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ ટાઇ થઇ હતી. 46.29 સફળતાની ટકાવારી છે.
ઓક્શન 2019: પંજાબ હરાજીમાં સૌથી વધુ નાણાં લઇને ઉતરી હતી. પાછલી સિઝનમાં આ ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ તે પ્લે-ઓફમાં સામેલ થઇ શકી નહોતી. ટીમે આ વખતે વરૂણ ચક્રવર્તી પર 8.40 કરોડ, સૈમ કુર્રન પર 7.2 કરોડ, 17 વર્ષના વિકેટકીપર બેસ્ટમેન પ્રભસિમરન સિંહ પર 4.80 કરોડ, નિકોલસ પૂરન પર 4.20 કરોડ અને મોસેસ હેનરિક્સ પર 1 કરોડમાં ખરીદ્યા છે. હારડુસ વિલજોએન, દર્શન નાલકાંડે, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, અગ્નિવેશ અયાચી, હરપ્રીત બરાર અને અશ્વિન ગુરુગન અન્ય નામ છે.
આ ટીમની ખરી તાકાત બેટિંગ છે. ક્રિસ ગેલ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, ડેવિડ મિલર જેવા ખેલાડી બોલર્સની લાઇન લેન્થ બગાડી શકે છે. મોસેસ હેનરિક્સ, સેમ કુર્રન અને નિકોલસ પૂરન તેને વધુ દમદાર બનાવે છે. જ્યારે મોહમ્મદ શમી, અંકિત રાજપૂત, એન્ડ્રયુ ટ્રાઇ, વરૂણ ચક્રવર્તી અને કેપ્ટન અશ્વિન પર બોલિંગની જવાબદારી રહેશે.
8 વિદેશી અને 15 ભારતીયો સહિત આ ટીમમાં કુલ 23 ખેલાડી છે. રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, કરુણ નાયર, ડેવિડ મિલર, મનદીપ સિંહ, સરફરાઝ ખાન, પ્રભસિમરન સિંહ, નિકોલસ પૂરન, અગ્નિવેશ અયાચી, વરૂણ ચક્રવર્તી, દર્શન નાલકાંડે, હરપ્રીત બરાર, મોસેસ હેનરિક્સ, સેમ કુર્રન, મુજીબ ઉર રહમાન, મુરુગન અશ્વિન, અંકિત રાજપૂત, એન્ડ્રયુ ટ્રાઇ, અર્શદીપ સિંહ, હારડુસ વિલજોએન અને મોહમ્મદ શમી.