કરવા ચોથનું (Karwa Chauth 2021) વ્રત પરિણીત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. આજે દેશભરમાં કરવા ચોથની (Karwa Chauth ) ઉજવણી કરવામાં આવી રહી છે. ટેલિવિઝનથી લઇને ફિલ્મમાં ઘણી અભિનેત્રીઓ છે જેમના લગ્ન આ વર્ષે થયા છે અને તે બધી પ્રથમ વખત કરવા ચોથનું વ્રત (karva chauth puja)કરી રહી છે. જેમાં કાજલ અગ્રવાલ (Kajal Aggarwal), નેહા કક્કડ, પ્રાચી તહેલાન, પૂજા બેનર્જી, યામી ગૌતમ અને મિહિકા બજાજનું નામ મુખ્ય રૂપથી સામેલ છે. હવે આ સેલેબ્સ પોતાના પહેલા કરવા ચોથની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. (તસવીર સાભાર-Instagram @kitchlug/@yamigautam)
સાઉથથી લઇને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચુકેલી કાજલ અગ્રવાલે (Kajal Aggarwal) આ વર્ષે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. આવામાં તેણે આ વર્ષે પોતાનું પ્રથમ કરવા ચોથ વ્રત રાખ્યું છે. કાજલે ઇંસ્ટાગ્રામ પર પોતાના હાથમાં મહેંદી લગાવેલી તસવીર શેર કરી છે. (તસવીર- Instagram @kitchlug)
દીયા અને બાતી હમ (Diya Aur Baati Hum)સિરીયલની આરજુ રાઠી એટલે કે પ્રાચી તેહલાન (Prachi Tehlan)પણ લગ્નના બંધનમાં બંધાઇ છે. તેણે દિલ્હીના બિઝનેસમેન રોહિત સરોહા (Rohit Saroha) સાથે લગ્ન કર્યા છે. આવામાં પ્રાચી પણ પ્રથમ વખત કરવા ચોથ કરી રહી છે. તેણે હાથમાં મહેંદી લગાવેલી તસવીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. (તસવીર સાભાર- Instagram @prachitehlan)